બાબરા શહેરમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ ખાતે સવારે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકર સહિત આગેવાનોએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ ‘જય સરદાર’ના નારા સાથે બાઈક રેલીનું આયોજન કર્યું હતું. રેલી સરદાર વલ્લભભાઈ ચોકથી પ્રારંભ થઈ ચમારડી સુધી પહોંચી હતી, જ્યાં સરદાર પટેલની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાખોલીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, શહેર ભાજપ મહામંત્રી બિપીનભાઈ રાદડિયા, નાગરિક બેંકના ચેરમેન હસુભાઈ રાજપોપટ સહિત નગરપાલિકાના સભ્યો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.