બાબરા શહેરમાં સરદાર ગૃપ સહિત રાજકીય પાર્ટીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતિ તથા રાષ્ટ્રીય એકતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના સરદાર ગૃપ, ભાજપ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા અમરેલી રોડ સરદાર સર્કલ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અને વંદન કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમનું જીવન દેશ જ નહિં પરંતુ દુનિયા માટે પ્રેરણારૂપ બન્યું છે, તેવા દેશની એકતા અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરનાર વીર અને ધીર યુગ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને શત્‌ શત્‌ વંદન કર્યા હતા. આ તકે રાજકીય-સમાજિક આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.