બાબરા કરીયાણા રોડ પર રહેતા શૈલેન્દ્રકુમાર મહાવીરસેન પર સગીરાના અપહરણનો આરોપ મુકવામાં આવ્યો હતો. આરોપી સામે સગીરાને લલચાવી, બદકામ કરવાના ઈરાદાથી કાયદેસરના વાલીપણામાંથી ઉપાડી ગયાની ફરિયાદ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. પોલીસને આરોપી ઉતરપ્રદેશ ખાતે રહેતા હોવાનું જણાતા તે બાબતે વધુ તપાસ કરી હતી. આરોપી કલ્પેશભાઈ તનસુખભાઈ કાગદડાએ તેમને ઉપરોકત બનાવ બાબતે ભોગ બનનાર સગીરવયની અને અણસમજુ હોવાનું પહેલેથી જાણતા હોવા છતાં ભોગ બનનારના ભોળપણનો લાભ લઈ આરોપી શૈલેન્દ્રકુમારે તેમનું વાલીપણામાંથી અપહરણ કરવામાં આરોપીએ તેમને મદદ કરેલ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી કલ્પેશભાઈ તનસુખભાઈ કાગદડા વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ હતું. ત્યારબાદ અમરેલીની સ્પે. પોકસો કોર્ટ સમક્ષ આ કેસ શરૂ થયેલ હતો. આ કેસમાં સરકાર પક્ષે ઘણા સાક્ષીઓ તપાસવામાં આવેલ હતા, ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરી શકેલ ન હોઈ આરોપી કલ્પેશભાઈ તનસુખભાઈ કાગદડાને જજ ડી.એસ. શ્રીવાસ્તવે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફ અમરેલીના એડવોકેટ હરનીલ ત્રિવેદી રોકાયેલ હતા.