બાબરામાં સગાઈ મુદ્દે પ્રૌઢને ગાળો આપીને ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભાવુભાઈ ચારોલીયા (ઉ.વ.૬૨)એ કાળુભાઇ કુરજીભાઇ, જંયતીભાઈ તથા રાહુલભાઇ જયંતીભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ભાઈ કાળુભાઈના દિકરા સંજુભાઈની દીકરીની સગાઇ કરવા મુદ્દે તેમના ભાઈ સાથે બોલચાલી કરતા હતા. જેથી તેમનો દિકરો છોડાવવા વચ્ચે જતાં ત્યાં ત્રણેય જણાએ તેની સાથે ઝપાઝપી કરીને ગાળો બોલવા લાગ્યા હતા અને ઢીકાપાટુ માર્યા હતા. જે બાદ કાળુભાઈ કુરજીભાઈ ચારોલીયા(ઉ.વ.૫૫)એ કનુભાઈ કુરજીભાઈ તથા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવી હતી. જે મુજબ તેમની દીકરીની સગાઇ કરેલી પસંદ ન હોવાથી આરોપીઓએ તેમને ધોલધપાટ કરીને ગાળો બોલી હતી. બંને કેસની તપાસ બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી.ચુડાસમા કરી રહ્યા છે.