બાબરામાં રહેતા એક શિક્ષકના ઘરે અજાણ્યા ચોર ઈસમો ત્રાટક્યા હતા. શિક્ષકે ઘરના માળીયામાં રાખેલા થેલામાંથી સવા લાખની ચોરી કરી ઈસમો ફરાર થઈ ગયા હતા અને ગંભીર ઈજા પહોંચાડી હતી. બાબરામાં રામનગર, શેરી -૩માં રહેતા શિક્ષક મહેન્દ્રભાઈ મગનભાઈ સોલંકી (ઉ.વ.૫૪)એ અજાણ્યા ઈમસ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ચોર ઈસમોએ રાત્રીના સમયે તેમના રહેણાંક મકાનના દરવાજાનો ઈન્ટર લોક તોડી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. તેમજ રૂમના માળીયામાં રાખેલા થેલામાંથી રોકડા સવા લાખની ચોરી કરી હતી. તેમજ જતા જતા સાહેદ દિવ્યેશભાઈ જયંતિભાઈ દેવગણીયાને છુટ્ટા પથ્થરના ઘા માર્યા હતા. જેમાં તેમને ઈજા થઈ હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.







































