બાબરામાં શાહ પેટ્રોલ પંપ ચોકડી પાસેથી એક યુવક પાસેથી દારૂની ૨ બોટલ ઝડપાઈ હતી. અમરાપરામાં રહેતા યુવક પાસેથી આ જથ્થો ઝડપાયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે. ત્રણ બાળકો સહિત ૧૮ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ ઝડપાયો હતો. ભેરાઈ, માંડળ, મોટા દેવળીયા ચેકપોસ્ટ તથા લીલીયા સિવિલપરા વિસ્તારમાંથી એક-એક મળી ચાર ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.