આજે રાત્રે ૯ઃ૦૦ વાગ્યે બાબરાના નિલકંઠ મહાદેવ મંદિર (બ્રહ્મકુંડ) ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ષષ્ઠિપૂર્તિ સમારોહ કાર્યક્રમની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બાબરાના સમસ્ત હિંદુ સંગઠનો, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ તેમજ બાબરાના હિંદુ સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીથી પધારેલા વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ ઇતેશભાઈ મહેતા અને ડા. પંકજભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ નોંધપાત્ર હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના પુષ્પહાર દ્વારા સ્વાગતથી થઈ હતી. ઇતેશભાઈ મહેતા અને ડા. પંકજભાઈ ત્રિવેદીએ તેમના સંબોધનમાં વિશ્વ હિંદુ પરિષદના ૬૦ વર્ષ પૂર્ણ થવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે હિંદુ સમાજ અને રાષ્ટ્રહિત માટે સંગઠનની ભૂમિકા સમજાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે બજરંગ દળના અધ્યક્ષ ઇન્દ્રજીતભાઈ ચૌહાણ અને મંત્રી હરેશભાઈ ધોળકિયાએ વિશેષ પ્રયાસો કર્યા હતા.