બાબરામાં વિવિધ બે સ્થળે, તાજેતરમાં શહીદ થયેલ દેશના પ્રથમ સીડીએસ જનરલ રાવત સહિત શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજાયો હતો. શહેરની બ્રહ્મ સમાજની વાડી ગાયત્રી મંદિર ખાતે તથા માર્કેટિંગ યાર્ડ ખાતે આ બંને કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત આગેવાનોએ મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાબરાના નિવૃત્ત આર્મીમેન દ્વારા બિપીન રાવતની તસવીરને સલામી આપી શ્રધ્ધાંજલિ પાઠવાઇ હતી.