બાબરામાં રહેતી એક વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ઘઉંમાં નાંખવાનો ઝેરી પાઉડર પી લેતાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે સગીરાના પિતાએ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રીએ અગમ્ય કારણોસર પોતાની મેળે ઘરમાં પડેલા ઘઉંમાં નાંખવાનો ઝેરી પાઉડર પી લેતા સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ સારવારમાં મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી કે પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.