બાબરા-ચમારડી રોડ પર વાડીએ રહેતા રમેશભાઈ નાનાબાઈ બાંભણીયા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેઓ દસ દિવસ પહેલા ભાગવી રાખેલી વાડીએ બહાર સૂતા હતા તે સમયે રાત્રે કોઈ અજાણ્યો ઈસમ બાઇક લઇને ફરાર થઈ ગયો હતો. પોલીસ ચોપડે ચોરાયેલી બાઇકની કિંમત ૪૦ હજાર જાહેર થઈ હતી.