બાબરા શહેરમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્‌યો હતો. પોલીસની આ કાર્યવાહીથી જુગારધામ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, બાબરાના કરિયાણા રોડ પર જાહેરમાં વરલી મટકાના આંક-ફરકના આંકડા લખી જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેઇડ કરી સુનિલભાઇ રાકેશભાઇ રાઠોડને પકડી પાડ્‌યો હતો. આરોપી વરલી મટકાના આંકડા લખી હાર-જીતનો જુગાર રમી અને રમાડી રહ્યો હતો. પોલીસે કુલ રૂ. ૭૦૦ રોકડા, ૧૦ હજારની કિંમતનો મોબાઈલ, વરલી મટકાના આંકડા લખેલી ડાયરી અને બોલપેન મળી કુલ રૂ. ૧૦,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.