બાબરા મામલતદારની ચેમ્બરમાં બાબરા વકીલ મંડળના તમામ વકીલ મામલતદારને મામલતદાર ઓફિસના ક્લાર્ક કુલદીપ હાડાએ કરેલ ગેરવર્તન અને દાદાગીરીની રજૂઆત કરતા હતા ત્યારે કુલદીપ હાડાએ મામલતદારની હાજરીમાં જ વકીલ મંડળ સાથે ઊંચા અવાજે અને આંગળીઓ ચિંધીને અસભ્ય ભાષામાં શબ્દપ્રયોગ કર્યો હતો. મામલતદારની હાજરીમાં ગેરશિસ્ત આચરી ગેરવર્તન કરી અને ખુલ્લેઆમ વકીલ મંડળ સાથે દાદાગીરીભર્યું અને અશોભનીય વર્તન કરનારા મહેસુલ ક્લાર્ક કુલદીપ હાડા સામે બાબરા વકીલ મંડળે ફરિયાદ કરી હતી. જો વકીલ મંડળ સાથે આવું વર્તન કરતા હોય તો સામાન્ય અરજદારો સાથે કેવું વર્તન કરતા હશે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. હાલ તો બાબરા વકીલ મંડળ કુલદીપ હાડાએ કરેલ દાદાગીરીને કોઈપણ સંજોગોમાં સહન નહીં કરવાની તૈયારી બતાવી તેની સામે શિક્ષાત્મક પગલાં લેવા અને હોદ્દા ઉપરથી દૂર કરી દાખલારૂપ સજા કરવા માટે બાબરા વકીલ મંડળે કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી હતી.









































