બાબરામાં કરિયાણા રોડ પર રહેતી એક મહિલાને તેના ઘર પાસે આવેલ થાંભલાની લાઇટ ચાલુ કરવા મુદ્દે કુહાડીનો ઘા મારીને મુંઢ માર માર્યો હતો તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ધુનીબેન ભરતભાઈ સાડમીયા (ઉ.વ.૩૫)એ અરબાઝભાઈ રસુલભાઈ ગોપાંગ તથા રસુલખા મૌસમખા ગોપાંગ સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત પ્રમાણે, મહિલા તેના ઘરે હતી ત્યારે તેના સંબંધી ઘર પાસે આવેલા થાંભલાની લાઇટ ચાલુ કરવા જતાં તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.