બાબરા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા તા. ૦૬/૦૭/૨૦૨૫, રવિવારના રોજ જલારામ મંદિર ખાતે ૧૪મો વિદ્યાર્થી સન્માન સમારોહ ભવ્ય રીતે ઉજવાયો હતો. તાપડિયા આશ્રમના મહંત ઘનશ્યામદાસબાપુના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં મણીરામબાપા (હડાળા) સહિત અનેક સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમારોહમાં લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ ઉપસ્થિત રહી એક વિદ્યાર્થીની છાત્રાલય ફી પેટે રૂ. ૧૪,૦૦૦/-નું દાન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.





































