બાબરામાં રહેતા એક રત્નકલાકારને ગાળો બોલી ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા. તેમજ સફાઈ કરવાના ઝાડુનો એક ઘા પણ ફટકાર્યો હતો. બનાવ અંગે લાલજીભાઈ અમરશીભાઈ ગોલાણી (ઉ.વ.૨૮)એ મહેશભાઈ વલ્લભભાઈ સોલંકી, કિશનભાઈ રવજીભાઈ સોલંકી, વિશાલભાઈ રવજીભાઈ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ બાબરા તાપડીયા આશ્રમની સામે આવેલ એસ.કુમાર હીરાના કારખાનામાં કામ ઉપર હાજર હતા તે વખતે આરોપીઓએ તેમની સાથે ચા પીવા બાબતે માથાકૂટ કરી ગાળો આપી હતી. તેમજ ઢીકાપાટુ વડે મુંઢમાર મારી, શરીરે ઉજરડા કરી ઇજા પહોંચાડી હતી. સફાઇ કરવાના લાકડી જેવા ઝાડુનો એક ઘા મારી ફેક્ચર કર્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.










































