બાબરા ખાતે લોહાણા સમાજની બહેનો માટે કોઈ સંગઠન ન હોવાથી, રઘુવંશી મહિલા સંગઠનની સ્થાપનાના હેતુથી જલારામ મંદિરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠનના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી.પ્રમુખની વરણી માટે કોઈ મનભેદ ન રહે તે માટે, હાજર રહેલી બહેનોના નામની ચિઠ્ઠીઓ બનાવીને જલારામ બાપાના ચરણોમાં મૂકવામાં આવી હતી. પાંચ વર્ષના બાળક દ્વારા ચિઠ્ઠી ઉપાડવામાં આવતા, પ્રમુખ તરીકે નીતાબેન દિપકભાઈ સૂચકનું નામ જાહેર થયું.ત્યારબાદ બીજી મીટિંગમાં ઉપપ્રમુખ અને કારોબારી સમિતિની રચના કરવામાં આવી. જેમાં આરતીબેન ખખરની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. કારોબારી સમિતિમાં છાયાબેન એસ. માનસેતા, વર્ષાબેન ખખ્ખર, સોનલબેન ડી. જસાણી, અંજલીબેન જે. પલાણ, રીટાબેન કારિયા, શ્વેતાબેન પોપટ, વૈશાલીબેન સેદાણી અને નિશાબેન ખખ્ખરનો સમાવેશ કરાયો. સિનિયર સિટીઝન વિભાગમાં મનીષાબેન સેદાણી, જીજ્ઞાસાબેન પોપટ, ચંદ્રાબેન રૂપારેલિયા, ભાવનાબેન વણજારા અને રેખાબેન પોપટની વરણી કરવામાં આવી હતી.