અમરેલી જિલ્લામાંથી વધુ બે લોકો ઘરેથી ચાલી નીકળ્યા હતા. ધારીમાં રહેતા નાનુભાઈ ટોપણદાસ વાધવાની (ઉ.વ.૫૩)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. બાબરામાં રહેતા રાજેશભાઈ કલ્યાણભાઈ આંબલીયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમના દીકરા ભાર્ગવભાઈ (ઉ.વ.૨૫) ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હતા. તપાસ કરતા મળી આવ્યા નહોતા.