બાબરામાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવગંતો અને બાબરાના પૂર્વ ધારાસભ્ય સ્વ.વાલજીભાઈ ખોખરીયા તથા બાબરાના પૂર્વ નગરસેવક સ્વ.વિનુભાઈ કરકરને શ્રધ્ધાંજલિ અર્પવા ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો. બાબરાના પીઢ પત્રકાર ઉમંગરાય છાંટબાર દ્વારા આયોજીત આ ભજન સંધ્યા કાર્યક્રમમાં જાણીતા ઉદ્દઘોષક અરવિંદભાઈ ત્રિવેદીએ પોતાની મૌલિક શૈલીમાં દિવગંતોને શ્રધ્ધાંજલિ અર્પી અને કોરોનાકાળ દરમિયાન સેવાભાવી યુવાનો દ્વારા ગામો-ગામ કરાયેલી કામગીરી અને સરકારી કર્મીઓ દ્વારા થયેલી તાકીદની કામગીરીને બિરદાવાઈ હતી. આ તકે મહંત કિશોરાનંદજી, હરાબાપુ, રમેશપ્રગટબાપુ, ચેતનભાઈ ઠક્કર, હમીરભાઈ, પદુભાઈ ચિત્તલવાળા સહિત ભજનપ્રેમી જનતાએ હાજરી આપી હતી.