બાબરામાં રાજગોર બ્રહ્મસમાજની વાડી ખાતે માર્કેટિંગયાર્ડ કર્મીઓ અને એજેન્ટની શરાફી સહકારી મંડળીને ૨૫ વરસ પૂર્ણ થતાં રજત જ્યંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંડળીના ચેરમેન કાળુભાઇ ચાવના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન જિલ્લા મધ્યસ્થ બેંકના જનરણ મેનેજર બી એસ કોઠીયા,માર્કેટિંગયાર્ડના વાઇસ ચેરમેન બીપીનભાઈ રાદડિયા સહિતના મંડળીના તેમજ યાર્ડના ડિરેકટર સહિત તાલુકાના સહકારી અગ્રણીઓ વિવિધ બેન્ક તેમજ મંડળીના મેનેજર તેમજ સભાસદો અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મંડળીના મેનેજર કિરીટભાઈ ઇન્દ્રોડિયા દ્વારા વાર્ષિક સાધારણ સભામાં મંડળીની આવક તેમજ વિકાસ અંગે સભાસદોને જણાવી વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. તેમજ જિલ્લા મધ્યસ્થ બેંકના જનરલ મેનેજર બી એસ કોઠીયા દ્વારા સહકારી મંડળી અને બેન્ક સહિતની સહકારી પ્રવૃત્તિમાં ઊંડાણપૂર્વકની સમજ આપી હતી.










































