બાબરામાં રહેતા જયાબેન રમેશભાઈ સોંદરવા (ઉ.વ.૨૭)એ વિશાલભાઈ શાંતિભાઈ રાઠોડ, છાયા, ઈન્દુબેન શાંતિભાઈ, સોનલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ એકાદ વર્ષ પહેલા તેમની દિકરી છાયા સાથે વિશાલભાઈ રાઠોડે મૈત્રી કરાર કર્યો હતો. જે તેમને મંજૂર ન હોવાથી આ બાબતનો ખાર રાખી ચારેય સામાવાળાઓએ તેમને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુ વડે મુંઢમાર મારેલ તેમજ તેની દિકરીને પણ માર માર્યો હતો. જે બાદ વિશાલભાઈ શાંતિભાઈ રાઠોડ (ઉ.વ.૨૦)એ જયાબેન રમેશભાઈ સોંદરવા તથા
જાગૃતિબેન રમેશભાઈ સોંદરવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમણે
જયાબેનનની દિકરી છાયા સાથે મૈત્રી કરાર કર્યો હતો, જે વાતનું મનદુઃખ રાખીને તેઓ તથા છાયા બન્ને કરીયાણા રોડ ઉપર આવેલ અનાજની ઘંટીએ અનાજ દળાવવા ગયા હતા ત્યાં બન્ને આવી મન ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને છાયાને શરીરે ગડદા પાટુનો મુંઢમાર માર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.