બાબરા શહેરમાં રહેતી એક મહિલાએ તેના ઘરમાં પતિ તથા તેના મિત્રોને ઘરમાં આમલેટ બનાવવાની ના પાડી હતી. જેને લઈ તેને છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે સબાનાબેન આરીફભાઈ અગવાન (ઉ.વ.૨૪)એ આટકોટમાં રહેતા ફરીદભાઈ આરીફભાઈ પરમાર સામે ફરિયાદ કરી હતી. જે મુજબ બે દિવસ પહેલા મહિલા રાત્રે તેના ઘરે સુતી હતી ત્યારે તેના પતિ તથા તેના મિત્ર રસોડામાં આમલેટ બનાવતા હતા. જેથી તેણે તેમના ઘરે આવવાની ના પાડતાં ફરીદભાઈ ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. ઉપરાંત રસોડામાં રાખેલા વાસણના ઘા કર્યા હતા. તેમજ છરી બતાવી તને જાનથી મારી નાંખવી છે તેમ કહી જતો રહ્યો હતો.