બાબરામાં ભાદરવી અમાસના મેળામાં આવેલા દડવા રાંદલના ગામના વેપારીનો આઈફોન ચોરાયો હતો. બનાવ સંદર્ભે સાગરભાઈ નાથાભાઈ નારીગરા (ઉ.વ.૩૧)એ જાહેર કર્યા મુજબ, તેઓ તથા તેમના મિત્ર ધવલભાઈ બાબરા મુકામે ભાદરવી અમાસના મેળામાં આવ્યા હતા. તેમનો આઈફોન ૧૩ સ્ટારલાઈટ ૧૨૮ જીબીવાળો ફોન કિંમત રૂ.૭૨,૯૦૦ શર્ટના ખિસ્સામાં રાખ્યો હતો. જે નાસ્તો કરતા હતા ત્યારે અજાણ્યો ઇસમ શર્ટના ઉપરના ખિસ્સામાંથી ચોરી કરી નાસી ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કેન્સ્ટેબલ આર.બી. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.