બાબરામાં અનેક સામાજિક સંસ્થાઓ સાથે જાડાયેલા અને બાબરામાં સૌ પ્રથમ ભાજપનો પાયો નાખનાર અગ્રણી મુકુંદભાઇ જસાણીનો ૭-ડિસેમ્બર એટલે કે આવતીકાલે જન્મદિવસ છે. ત્યારે સગા-સ્નેહીઓ તથા મિત્ર વર્તુળમાંથી તેમના પર શુભેચ્છાની વર્ષા થશે. મુકુંદભાઇ જસાણીએ વર્ષો સુધી ભાજપના કન્વીનર તરીકે આપી છે. બાબરા નાગરિક બેંકના ડિરેક્ટર, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ, વિશ્વ લેવલની રઘુવંશી સંસ્થા લોહાણા મહાપરિષદની યુવા પાંખના મંત્રી, અખિલ ગુજરાત લોહાણા મહાજન સમાજમાં, અમરેલી રઘુવંશી ફેમીલી કોર્ટ (પંચાયત)માં, જિલ્લા રઘુવંશી લોહાણા મહાજન મંત્રી સહિતના હોદ્દાઓ પર રહી સેવા આપી ચૂક્યા છે. જ્યારે હાલમાં શ્રી રિધેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ તરીકે તથા બાબરા જલારામ મંદિરના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. હાલમાં જ તેઓએ અમરેલી સંઘ મંડલના ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી અન્યને સેવા કરવાનો મોકો આપ્યો છે.