બાબરા શહેરના કડા પાસેના વિસ્તારમાં ભગવાધારી ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં રોજબરોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગણેશ ઉત્સવ દરમિયાન સવાર, બપોર અને સાંજે ત્રણ વખત આરતી, રાત્રે રાસ-ગરબા અને વિવિધ ગ્રુપો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ‘મા ગ્રુપ’ અમરાપરાની બાળાઓએ પણ અનેક કૃતિઓ રજૂ કરી હતી. આ ગ્રુપ માત્ર ગણેશ ઉત્સવ જ નહીં, પરંતુ રામનવમી, હનુમાન જયંતી, જન્માષ્ટમી, હોળી જેવા અનેક ઉત્સવોની ઉજવણી પણ કરે છે. આ ઉપરાંત, ગૌસેવા માટે આ ગ્રુપ અડધી રાત્રે પણ મદદે પહોંચી જાય છે.








































