અમરેલી જિલ્લામાંથી વધુ ત્રણ યુવતી લાપતા થઈ હતી. બાબરા શહેરમાંથી એક યુવતી બ્યુટી પાર્લરમાં ગયા બાદ ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત વિસ્તારમાંથી યુવતી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલી જતાં પરિવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. બાબરાના ખાખરીયા ચોરા પાસે આવેલા બ્યુટી પાર્લરમાં ગયેલી ૨૧ વર્ષીય યુવતી સીમાબેન રોહિતભાઈ પરમાર ત્યાંથી અચાનક ગુમ થઈ ગઈ હતી યુવતી બ્યુટી પાર્લરથી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. યુવતી લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેની કોઈ ભાળ ન મળતા આખરે યુવતીના પિતાએ બાબરા પોલીસ મથકમાં આ અંગે જાણ કરી હતી. લાઠીના ટોડા ગામે રહેતા મનસુખભાઇ લાધાભાઇ મકવાણા (ઉ.વ.૫૨) એ જાહેર કર્યા મુજબ, તેમની દિકરી રાજવીબેન મનસુખભાઇ મકવાણા (ઉ.વ.૨૦) ટોડા ગામથી લાઠી કોલેજ કરવા જવાનું કહીં ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી નહોતી.








































