બાબરામાં બુધવારી પુલ પર લારીઓમાં છત્રીઓ રાખીને વેપાર કરતા ફેરિયાઓને કારણે રાહદારીઓની હાલાકી વધી છે. પુલ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે અને રાહદારીઓને ઇજાની ભીતિ સેવાઇ રહી છે. વર્ષોથી વેપાર કરતા આ ફેરિયાઓ લારીઓ પર મહાકાય છત્રીઓ રાખે છે, જેના છેડા પુલ પર આવતા અવરોધ ઊભો થાય છે. રાહદારીઓને અકસ્માત થવાની ભીતિ છે. જો ફેરિયાઓ છત્રીનો છેડો પોતાની તરફ રાખે તો મુશ્કેલી ટળી શકે છે. રાહદારીઓએ પાલિકા તંત્ર પાસે આ અંગે ફેરિયાઓને જાહેર સૂચના આપવાની માંગ કરી છે.








































