બાબરા પંથકમાં પવનચક્કી કંપનીઓ દ્વારા થતી જોહુકમી, રસ્તાના ગેરકાયદે ખોદાણ, ખનીજ ચોરી, ખનીજ નુક્સાનીઓ, લોકોને કનડગત, ખેડૂતોને પરેશાની મુદ્દે મંગળવારે બાબરામાં મામલતદાર ઓફિસ અને બાબરા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવેલ હતું. આ ઉપરાંત ચરખા ગામના દેવીપૂજક સમાજના અશોકભાઈ ઉગરેજીયાને ધાક-ધમકીઓ આપવામાં આવેલ એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે આવેદન અને રજૂઆત કરવામાં આવેલ હતી.