બાબરામાં મધ્યપ્રદેશમાંથી એક દંપતી મજૂરી અર્થે આવ્યું હતું. જોકે આ દરમિયાન દંપતીમાં કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેને લઈ પતિએ ઝેરી દવા પી લેતાં તેનું મોત થયું હતું.
આ અંગે મૂળ મધ્યપ્રદેશના જોબાટ તાલુકાના રાતમાલીયાના જગાભાઈ ટીમરીયાભાઈ અજનારએ જાહેર કર્યા મુજબ, સાહેબસિંગ ટીમરીયાભાઈ અજનારને પત્ની સાથે કોઈ વાતે બોલાચાલી થઈ હતી. જેથી લાગી આવતાં ઝેરી દવા પી લેતા પ્રથમ બાબરા અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમરેલી લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એચ.વી.કાતરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.