અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. રોજની સરેરાશ એક ઘટના નોંધાઈ રહી છે. બાબરા ન્યાય મંદિર પાસે હાઈવે રોડ પર અકસ્માતમાં પુરુષનું મોત થયું હતું. બનાવ અંગે મૂળ વાંકીયાના અને હાલ જસદણમાં રહેતા ભાવેશભાઈ પોપટભાઈ તલાવડીયા (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા પોપટભાઈ નાનજીભાઈ તલાવડીયા જસદણથી ચમારડી ગામે જીરામાં છાંટવાની ઝેરી દવા આપવા જતા હતા અને બાબરા પાસે ન્યાય મંદિર સામે રોડ ઉપર પહોંચતા ચરખાથી બાબરા તરફ રોડ ઉપર ફોર વ્હીલ ચાલકે અલ્ટો કાર પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી તેમના પિતાને ટક્કર મારી હતી.
જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતાં મોત નિપજ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એમ.રાધનપરા વધુ તપાસ કરી રહ્યા છે.