બાબરામાં નીલવડા રોડ પર જીઆઈડીસીમાં ગોડાઉનની દિવાલ કૂદીને ત્રાટકેલા ચોર ઇસમો રૂ. ૧.૬૫ લાખના કેબલ ચોરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કોન્ટ્રાક્ટર સફીકભાઈ હનીફભાઈ મેતર (ઉ.વ.૩૭)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, અજાણ્યા ચોર ઇસમોએ બાબરા નીલવડા રોડ જી.આઇ.ડી.સી. નં.૨ માં આવેલા ગોડાઉનની દિવાલ કૂદી અંદર ઉતરી ગોડાઉનમાં રાખેલ એલ્યુમિનીયમ વાયરોની રીંગો, કેબલના ત્રણ ડ્રમ મળી કુલ રૂ.૧,૬૫,૦૦૦ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.ડી. દેત્રુજા વધુ તપાસ કરી રહ્યા છે.






































