બાબરા સહિત સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નગરપાલિકામાં સીટી સિવિકનું ઇ -લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનું ઈ-લોકાર્પણ દરેક પાલિકામાં રાખવામાં આવ્યું હતુ. બાબરામાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે સીટી સિવિક સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા સંચાલિત આ જન સુવિધા કેન્દ્રમાં તમામ પાલિકા લક્ષી કામગીરી કરવામાં આવશે. શહેરના લોકોને જન સુવિધા કેન્દ્ર જેવી સેવાઓનો લાભ વધુ સરળતાથી મળી રહે છે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જાહેર મંચ ઉપરથી ખુલાસો કરતા જણાવ્યું હતું કે બાબરા સિવિલ હોસ્પિટલ નવી બનાવવા માટે જમીન જોવા આવી રહી છે અને બાબરામાં કોલેજ પણ ૧૪ કરોડના ખર્ચે આગામી બજેટમાં મંજુર કરી બનાવવામાં આવશે.