દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ સુદ બીજના દિવસે બાબરામાં વેલનાથ બાપુની જન્મ જયંતી ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી.
સવારે વેલનાથ બાપુના મંદિર, બાબરા ચિતલ રોડ ઉપરથી ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સુંવાળીયા ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરીને પુનઃ મંદિરે પહોંચી હતી, જ્યાં મહા આરતી, મહાપ્રસાદ અને ધૂનનો લાભ સમસ્ત સુંવાળીયા ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનોએ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વેલનાથ પ્રગતિ યુવક મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર સુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આ ઉજવણી હર્ષ અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી અને સૌએ ધન્યતા અનુભવી હતી.