બાબરાના દરેડ રોડ પર પાટીદાર જીનીંગ મીલ પાસે રસ્તા પર વચ્ચે ઉભો રાખેલો ટ્રક સાઇડમાં લેવાનું કહેતા યુવકને ગાળો બોલી, મુંઢમાર માર્યો હતો અને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે પ્રતાપભાઈ એભલભાઈ ગેરૈયા (ઉ.વ.૨૩)એ ખાખરીયા ગામે રહેતા ઉમેશભાઈ લાબરીયા, નિલેશભાઈ લાબરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા સાહેદ દરેડ ગામથી બાબરા દવાખાનાના કામે આવતા હતા તે વખતે આરોપી પાટીદાર જીનીંગ મીલ પાસે પોતાનો ટ્રક રસ્તાની વચ્ચે રાખીને ઉભા હોવાથી ટ્રક સાઇડમાં રાખવાનું કહેતા સારું નહોતું લાગ્યું અને ગાળો આપી લોખંડના પાઇપ વડે શરીરે આડેધડ મુંઢમાર મારી હાથ પગ ભાગી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.