બાબરામાં ડો. બાબાસાહેબ આંબેડકરના ૬પમા પરિનિર્વાણ દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં શહેરના કરિયાણા રોડ પર ડો. આંબેડકરની પ્રતિમાને સલામી સાથે ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ તકે બાબરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ખીમજીભાઇ મારૂ, જયંતીભાઇ સોલંકી, મહેશભાઇ ચુડાસમા, સંજયભાઇ સાગઠીયા, મંગાભાઇ ચાંચીયા, ભલાભાઇ મારૂ, ભરતભાઇ, મનુભાઇ મારૂ, જિગ્નેશભાઇ, ભાવેશ વાઘેલા, વિશાલભાઈ મારૂ સહિત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.