અમરેલી જિલ્લાના બાબરા ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, તેમના ઐતિહાસિક કાર્યો અને સમાજ સુધારાના યોગદાનને યાદ કરી ભાવાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાબરા તાલુકા અનુસૂચિત જાતિ સામુહિક ખેતી સહકારી મંડળીના પ્રમુખ ખીમજીભાઈ મારૂ, એડવોકેટ કે.એમ. સોલંકી, મહેશભાઈ ચુડાસમા તેમજ વિવિધ સામાજિક સંગઠનોના હોદ્દેદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક કાર્યકરો અને ઉત્સાહી યુવાનોના સહયોગથી આ સમગ્ર આયોજન સફળ બન્યું હતું.