બાબરાના અમરાપરા ગામે રહેતા અશોકભાઈ શિવલાલભાઈ મડીર (ઉ.વ.૪૫)એ બાબરામાં રહેતા મોઇન હસનભાઈ અગવાન તથા હસનભાઈ અગવાન સામે ફરિયાદ નોંધાવી હતી. અશોકભાઈ ત્રણ દિવસ પહેલા તેમની દીકરીને બાબરા મુકામે સરદાર પટેલ કોલેજે લેવા ગયા ત્યારે મોઈને તેમને જૂના મનદુઃખમાં ગાળો આપીને ઝપાઝપી કર્યા બાદ ધોલધપાટ કરી હતી. ઉપરાંત તેના દીકરા તથા ભાઈ સાથે બોલાચાલી કરીને અપશબ્દો બોલ્યા હતા. જે બાદ મોઇન હસનભાઈ અગવાને, અશોકભાઈ શિવલાલભાઈ મંડીર, સંજયભાઇ શિવલાલભાઇ મંડીર તથા કશ્યપ અશોકભાઇ મંડીર સામે ફરિયાદ નોંધાવતા લખાવ્યું કે, અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી તે જ્યારે પરીક્ષા આપવા ગયો ત્યારે તું કેમ મારી સામે કતરાય છે તેમ કહી ગાળો આપી ઝપાઝપી કરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી.ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.