બાબરામાં એક યુવક પર જુના મનદુઃખમાં હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈ બાબરામાં રહેતા રણજીતસિંહ રામસેવક ગોહીલ (ઉ.વ.૩૨)એ દિપુભાઈ પ્રમોદભાઈ, કિશનભાઈ લાડુલાલ તથા કલ્લુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.તેમના કુટુંબી કાકાને અગાઉ આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી ત્રણેય જણાએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા મારી નાખવાની કોશિશ કરી હતી. ઉપરાંત તેમના કાકાને ફ્રેક્ચરની ઈજા કરી પાટુ માર્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એમ.રાધનપરા વધુ તપાસ કરી રહ્યા છે.