બાબરામાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીનો આગેવાનો સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. તેમણે તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ કિરીટભાઈ બગડાની ઓફિસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમની સાથે જિલ્લા પંચાયતના સભ્ય નીતિનભાઈ રાઠોડે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ચાય પે ચર્ચા કાર્યક્રમ કર્યો હતો. તાલુકાના વિવિધ ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાની થઈ છે તે બાબતે તેમણે ચર્ચા કરી હતી.









































