બાબરાના અગ્રણી નેતા બિપિનભાઈ રાદડિયાએ
એસ.ટી. ડેપો અમરેલી અને વિભાગીય કચેરીને પત્ર લખીને શહેરમાં જાહેર પરિવહન સુવિધાઓમાં સુધારા માટે ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. પ્રથમ માંગ અનુસાર, બાબરાથી લાંબા અંતરની બસ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ બસ સેવા ચિતલ, બાબરા થઈને આનંદ, ભરૂચ, અંકલેશ્વર અને વલ્લભ વિદ્યાનગર સુધી જવી જોઈએ. આ માંગણી સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગને પ્રતિબિંબિત કરે છે. બીજી માંગ બાબરાના નાના બસ સ્ટેન્ડ (અમરાપરા) ખાતે બસોને મુસાફરો ચઢાવવા અને ઉતારવા માટેની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. ત્રીજી, માંગ બાબરાના સરદાર સર્કલ પર એક નવું બસ સ્ટોપ બનાવવાની કરવામાં આવી છે.