અમરેલી જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ પુરબહારમાં ખુલી છે. જુગારીઓને જાણે પોલીસનો કંઈ જ ડર ન હોય તેમ જાહેરમાં જુગાર રમતા પણ અચકાતા નથી. જેથી બાબરામાં જાહેરમાં જુગાર રમતા ૪ ઈસમોને પોલીસે ઝડપી પાડયા હતા. બાબરામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા જુગાર રમી રહેલા હનીફ યુનુસ મેતર, રાજુ ભીખા મારૂ, અરમાન સલીમ મેતર અને અલારખ કાસમ મેતરને ઝડપી પાડયા હતા. પોલીસે રૂ.૬૪૩૦ની રોકડ રકમ જપ્ત કરી જુગારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.