બાબરા શહેર અને તાલુકાના ચુવાળિયા કોળી ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને તેમને સન્માનિત કરવા માટે જય વેલનાથ પ્રગતિ મંડળ, બાબરા દ્વારા એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૫, ગુરુવારના રોજ બપોરે ૪ઃ૦૦ કલાકે પ્રજાપતિ સમાજની વાડી, બાબરા ખાતે યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અમરેલીના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જયદીપસિંહ સોલંકી રહેશે, જ્યારે મુખ્ય મહેમાન તરીકે એલસીબી, અમરેલીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજયભાઈ એમ. કોલાદરા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો અને સમાજમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને યોગ્ય સન્માન આપવાનો છે.









































