બાબરા શહેરની શ્રી કમળશી હાઇસ્કૂલ ખાતે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ શિક્ષકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શિક્ષણની ગુણવત્તામાં વધારો, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તેમજ આધુનિક અને મૂલ્યલક્ષી શિક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ધારાસભ્યશ્રીએ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને જીવનમૂલ્યોનું માર્ગદર્શન મળે તે માટે ભાર મૂક્યો. તેમણે શિક્ષકોને સમાજના સાચા ઘડવૈયા ગણાવી તેમની કામગીરીની પ્રશંસા કરી. બેઠક દરમિયાન શૈક્ષણિક પરિણામોમાં સુધારો, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને શાળાના વિકાસ માટે શિક્ષકોના સૂચનો પણ સાંભળવામાં આવ્યા
હતા.







































