બાબરામાં રહેતો એક કિશોર ઘરેથી દવા લેવા જઉ છું તેમ કહીને નીકળ્યો હતો. જે બાદ તેને કોઈ અજાણ્યો ઈસમ લલચાવી ફોસલાવી અપહરણ કરીને લઈ ગયો હતો. આ બનાવ અંગે બાબરામાં ઉમીયાનગરમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતાં મહેન્દ્રકુમાર ગણેશરામ જાટ (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, તેના સાઢુ ભાઈનો ૧૪ વર્ષીય દિકરો ચાર દિવસ પહેલા સવારે આશરે સાડા આઠ વાગ્યે ઘરેથી હું દવા લેવા જાવ છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરીને લઈ ગયો હતો. ચાર દિવસ સુધી દિકરાની કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી.સી.બોરીચા વધુ તપાસ કરી રહ્યા છે.