બાબરા શહેરમાં સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા આજે રાજ્યના મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાના ૭૦મા જન્મ દિનની ઉજવણી નિમિત્તે બાબરાની સિવિલ હોસ્પિટલ, ઓમ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્ય અને તાલુકા કોળી સમાજ યુવા નેતા નીતિનભાઈ રાઠોડ, તાલુકા કોળી સમાજના મોભી ગોવિંદભાઈ બાવળીયા, ઉકાભાઇ ગોલાણી, ખાખરીયાના સરપંચ વિપુલભાઈ કાચેલા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરીટભાઈ બગડા, સુપર સરપંચ વલ્લભભાઈ બારૈયા, ચેમ્બરના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ, અલ્પેશભાઈ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.