બાબરા શહેરના શ્રી કડવા પાટીદાર યુવક મંડળ દ્વારા શરદપૂનમના પર્વે ભવ્ય રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ બાબરાના ડોલી પાર્ટી પ્લોટ એન્ડ રિસોર્ટ ખાતે યોજાયો હતો, જેની જગ્યા જયસુખભાઈ દેત્રોજા દ્વારા તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે અરવિંદભાઈ દાવતવાળાનું વિશેષ યોગદાન રહ્યું હતું, જ્યારે બાબરા ઉમિયા પરિવાર સમિતિએ તન, મન અને ધનથી સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે બાબરા શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી સમાજના વડીલો, યુવાનો, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








































