અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી માત્ર વાદળછાયુ વાતાવરણ રહેતું હોવાથી ધરતીપુત્રો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ રવિવારે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હોય તેમ બાબરામાં માત્ર સવા કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન ખાતા દ્વારા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ અમરેલી જિલ્લામાં માત્ર વરસાદી જ ઝાપટા પડતા હોવાથી જળાશયો હજુ પણ ખાલીખમ્મ જોવા મળી રહ્યા છે જોકે રવિવારે બપોરે બાબરા શહેરમાં માત્ર સવા કલાકમાં જોરદાર ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં માત્ર વરસાદી ઝાપટા જ પડતા આ તાલુકાઓમાં પણ મેઘરાજા મહેર કરે તેવી ધરતીપુત્રો આશા સેવી રહ્યા છે. કોટડાપીઠા ગામે બે ઈંચ વરસાદ વરસતા ગામમાં પાણી વહ્યા હતા.




































