શનિવારે બાબરા શહેરમાં ઉડાન લેડીઝ ક્લબ દ્વારા નંદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કૃષ્ણ જન્મની લીલાનું મનોહર નાટક રજૂ કરવામાં આવ્યું, જેમાં ક્લબની બહેનોએ કૃષ્ણ લીલાના દરેક પાત્રને આબેહૂબ રીતે ભજવ્યા. કાર્યક્રમમાં કૃષ્ણ જન્મની કથા સાથે ભગવાન શિવનું પાત્ર પણ રજૂ કરવામાં આવ્યું, જેમાં શિવ સાધુના વેશમાં માતા યશોદા પાસે બાળ કૃષ્ણને જોવા આવે છે. આ દૃશ્યે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. ક્લબ દર વર્ષે વિવિધ રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરે છે. કાર્યક્રમના સ્પોન્સર જીતુભાઈ સરવૈયા અને પૂનમબેન ઉદયભાઈ સોનીનો વિશેષ આભાર માનવામાં આવ્યો. નીતાબેને આગામી નવરાત્રિ ઉત્સવની પણ જાહેરાત કરી, જેમાં ‘વેલકમ નવરાત્રિ’ નામે એક વિશેષ ગરબા કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.