બાબરાના ગ્રાઉન્ડ ચોક ખાતે આવેલી ડો. અબ્દુલ કલામ સ્કૂલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિંદુ પરિષદના સંયુક્ત ઉપક્રમે “ભારત રત્ન ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જયંતી” નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ગ્રાઉન્ડ ચોક, કરિયાણા રોડ અને આજુબાજુના વિસ્તારોના રહેવાસીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. એટલું જ નહીં, અન્ય વિસ્તારોમાંથી પણ અનેક લોકો નિદાન કરાવવા માટે ઉમટી પડ્યા હતા. કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને દવાઓ આપવામાં આવી હતી, જેનો લાભ જરૂરિયાતમંદ લોકોએ ઉત્સાહપૂર્વક લીધો હતો.







































