બાબરા નગરપાલિકાના સત્તાધિશો કોઈ કામગીરી કરતા ન હોવાથી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખની આગેવાનીમાં મહિલાઓએ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો. બાબરાના વોર્ડ નંબર ૨ માં છેલ્લા ઘણા સમયથી યોગ્ય સાફ-સફાઈ થતી ન હોય તેમજ ગટરના ગંધાતા પાણી રસ્તા ઉપર ફરી વળતા હોવાથી આ બાબતે રહેવાસીઓએ અનેકવાર પાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી પરંતુ આ રજૂઆત જાણે બહેરા કાને અથડાઈને પાછી ફરી હોય તેમ કોઈ કામગીરી કરવામાં આવતી નહોતી જેથી વોર્ડ નંબર ૨ ની મહિલાઓએ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડની આગેવાનીમાં નગરપાલિકા કચેરીએ જઈ ઉગ્ર રજૂઆત કરતા નગરપાલિકામાં હડકંપ મચી જવા પામ્યો હતો.








































