આત્મા પ્રોજેકટ અમરેલી અંતર્ગત બાબરા તાલુકાના બાબરા ગામે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આત્મા પ્રોજેકટમાંથી બીટીએમ રાજેશભાઈ કોયાણી, એટીએમ રોહિતભાઈ પટેલ, ભરતભાઈ રાઠોડ, વિસ્તરણ અધિકારી મુકેશભાઈ પ્રજાપતિ અને ગ્રામ સેવક તથા ખેડૂત માસ્ટર ટ્રેનર પરેશભાઈ કુંભાણી, કેતનભાઈ પરવાડીયા હાજર રહ્યા હતા. જેમણે પ્રાકૃતિક કૃષિથી થતા ફાયદા અને જીવામૃત, ઘન જીવામૃત બનાવવા માટેની વિસ્તૃત માહિતી આપી અને હાજર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટેનું આહ્‌વાન કર્યું હતું.